Wednesday, 2 January 2013

શિક્ષક એટલે કોણ ?


શિક્ષક એટલે કોણ ?


શિસ્તનો આગ્રહી બને તે શિક્ષક,

અન્યાય સામે ખુમારીવંતા બને તે શિક્ષક,

વિદ્યાર્થીઓ માટે પ્રેરક અને કલાકાર બને તે શિક્ષક,

કર્તવ્યનિષ્ઠા અને ક્ષમાશીલના દાખલા બેસાડે તે શિક્ષક,

શાળારૂપી મંદિરનો પૂજારી બને તે શિક્ષક,

સરસ્વતી માતા અને શારદાનો ઉપાસક બને તે શિક્ષક,

પરિવર્તનો દૂત બને તે શિક્ષક,

મા રૂપી મમતા અને પિતારૂપી જવાબદાર બને તે શિક્ષક,

નિ:સ્વાર્થ બાળપ્રેમ પ્રાપ્ત કરે તે શિક્ષક,

સંસ્કારોનું સિંચન કરે તે શિક્ષક,

પર્યાવરણનું મહત્ત્વ સમજાવે તે શિક્ષક,

એકતા, અખંડિતતા, દેશપ્રેમના પાઠો શીખવે તે શિક્ષક,

સૂર્યરૂપી તેજસ્વીતા અને ચંદ્રરૂપી શીતળતા બક્ષે તે શિક્ષક,

વિદ્યાર્થીરૂપી બાળકમાં માનવતાના ગુણ સીંચે તે શિક્ષક,

રાવણને ‘રામ’, દાનવને ‘માનવ’ બનાવે તે શિક્ષક,

Tuesday, 1 January 2013

મારે ફરી એકવાર શાળાએ જવું છે.

 

મારે ફરી એકવાર શાળાએ જવું છે.

મારે ફરી એકવાર શાળાએ જવું છે.
દોડતાં જઈને મારી રોજની પાટલીયે બેસવું છે, અને

પાટલી પર બેસવા એ મીઠા ઝગડા દોસ્તારો સાથે કરવા છે.
રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે.
નવી નોટની એ મહક લેતાં પહેલા પાને ,સુંદર અક્ષરે મારું નામ લખવું છે.

ચોપડીના અંદરના પાને  મનમાં આવતા  વિચારો ને ચિત્ર કાર બની વ્યકત કરવા છે.

આ ચિત્ર સાહેબની નજરમાં પડી જાય તો એ હળવો મેથી પાક મારે ખાવો છે.

મારા એ સાહેબોના વિવિધ નામો પાડવા છે અને ટીખળો કરવા
મારે ફરી એકવાર શાળાએ જવું છે…!!

વર્ગમાં કાગળના એ ડુચા બનાવી મિત્રોને મારવા છે. મસ્તીથી પેનના લીસોટા શર્ટ પર પાડવા છે ઘેર આવી મમ્મીનો એ મીઠો ઠપકો સાંભળવા

મારે ફરી એકવાર શાળાએ જવું છે…!!
રીસેસ પડતાં જ વોટરબેગ ફેંકી , નળ નીચે …હાથ ધરી પાણી પીવું છે.
જેમ તેમ લંચબોક્સ પૂરું કરી..
મરચુ મીઠું ભભરાવેલ આમલી-બોર-જમરુખ- કાકડી બધું ખાવું છે.

મારે ફરી એકવાર શાળાએ જવું છે…!!
સાઈકલના પૈડાની સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે,
કાલે વરસાદ પડે તો નીશાળે રજા પડી જાય ,એવાં વિચારો કરતાં રાતે સુઈ જવું છે ,
અનપેક્ષીત રજાના આનંદ માટે…
મારે ફરી એકવાર શાળાએ જવું છે..!
છૂટવાનો ઘંટ વાગવાની રાહ જોતાં , મિત્રો સાથે ગપ્પાં મારતાં વર્ગમાં બેસવું છે.
ઘંટ વાગતાં જ મિત્રોનું કુંડાળુ કરીને , સાઈકલની રેસ લગાવતાં ઘેર જવું છે.
રમત-ગમતના પીરીયડમાં તારની વાડમાંના બે તાર વચ્ચેથી સરકી બહારભાગી જવું છે.
તો ભાગી જવાની મોજ અનુભવવા…
મારે ફરી એકવાર શાળાએ જવું છે..!
દીવાળીના વેકેશનની રાહ જોતાં , છ માસીક પરીક્ષાનો અભ્યાસ કરવો છે.
દીવસભર કિલ્લો બાંધીને માટીને પગથી તોડી , હાથ ધોયા વિના ફરાળની થાળી પર બેસવું છે. રાતે ઝાઝા બધા ફટાકડા ફોડ્યા પછી , તેમાંથી ન ફૂટેલા ફટાકડા શોધતાં ફરવું છે.
વેકેશન પત્યા પછી બધી ગમ્મતો દોસ્તોને કહેવા… મારે ફરી એકવાર શાળાએ જવું છે…!
કેટલીયે ભારે જવાબદારીઓના બોજ કરતાં , પીઠ પર દફતરનો બોજ વગાડવો છે.
ગમે તેવી ગરમીમા એરકંડીશન્ડ ઓફીસ કરતાં , પંખા વીનાના વર્ગમાં બારી ખોલીને બેસવું છે. કેટલીયે તૂટ્ફૂટવચ્ચે ઓફીસની આરામદાયક ખુરશી કરતાં ,બે ની પાટલી પર ત્રણ દોસ્તોએ બેસવું છે.
બચપણ પ્રભુની દેણ છે તુકારામના એ અભંગનો અર્થ હવે થોડો સમજમાં આવવા માંડ્યો છે.
એ બરાબર છે કે નહી તે સાહેબને પુછવામાટે…
મારે ફરી એકવાર શાળાએ જવું છે..!
નાનો હતો ત્યારે જલ્દી મોટા થવું હતું…
આજે જયારે મોટો થયો છે કે “તૂટેલા સ્વપ્નો” અને “અધુરી લાગણીઓ” કરતા”તૂટેલા રમકડા” અને “અધૂરા હોમવર્ક” સારા હતા..
આજે સમજાય છે કે જયારે “બોસ” ખીજાય એના કરતા શાળા માં શિક્ષક “અંગુઠા” પકડાવતા હતા એ સારું હતું…
આજે ખબર પડી કે ૧૦-૧૦ રૂપિયા ભેગા કરી ને જે નાસ્તાનો જે આનંદ આવતો હતો એ આજે “પીઝા” મા નથી આવતો…
ફક્ત મારેજ નહી તમારે પણ ફરી શાળાએ જવુ છે ?

ભગવાન બુદ્ધનો ઉપદેશ

ભગવાન બુદ્ધનો ઉપદેશ

હે લોકો, હું જે કાંઇ કહું તે પરંપરાગત છે એમ જાણી ખરું માનશો નહીં, તમારી પૂર્વપરંપરાને અનુંસરીને છે એમ જાણીને પણ ખરું માનશો નહીં, આવું હશે એમ ધારી ખરું  માનશો નહીં. લૌકિક ન્યાય છે એમ જાણી ખરું માનશો નહીં. તમારી શ્રદ્ધાને પોષનારું છે એવું જાણી ખરું માનશો નહીં. હું પ્રસિદ્ધ સાધુ છું, પૂજ્ય છું એવું જાણી ખરું માનશો નહીં પણ તમારી પોતાની વિવેકબુદ્ધિથી મારો ઉપદેશ ખરો લાગે તો જ તમે તેનો સ્વીકાર કરજો”

તમારા બાળક માટે આટલું વિચારો

તમારા બાળક માટે આટલું વિચારો



તમારા બાળકો તમારા નથી. એ તો જિંદગીને ઝંખતા યુગમપક્ષીઓ છે.એ તમારા થકી આવ્યા હશે, પણ તમારામાંથી નહીં, કારણ કે એમને એમના વિચારો હશે. તમે એમના શરીરને તમારા ઘરમાં રાખો, આત્માને નહીં. કેમ કે એમનો આત્મા ભાવિના ઘરમાં રહે  છે. જેની તમે સ્વપ્નમાંય મુલાકાત લઇ ન શકો. તમે એમને ગમો તે માટે મથી શકો પણ એમને પરાણે ગમવાની કોશિશ કરશો નહીં. કારણ કે જિંદગી પારોઠના કદમ ભરતી નથી, કે ગઇકાલ સાથે શોભતી નથી,

                                                                        – ખલિલ જિબ્રાન

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | cheap international calls